લાઠી: ગુમ થયેલા મોબાઇલને લાઠી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી હતી પોલીસ
Lathi, Amreli | Nov 4, 2025 લાઠી પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" અભિયાન અંતર્ગત ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી તેમના મૂળ માલિકોને પરત આપવાની કામગીરી હાથ ધરાઈ હતી.પોલીસની ટેકનિકલ ટીમે મહેનત બાદ અનેક મોબાઇલ ફોન ટ્રેસ કરીને માલિકોને પરત આપ્યા હતા.લાઠી પોલીસની આ માનવતાભરી કામગીરીને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.