આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે 'વંદે માતરમ'ના ૧૫૦ વર્ષની ઉજવણી અંતર્ગત સામુહિક ગાન અને 'સ્વદેશી'ના શપથ લેવાયા
ભારતનું રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ" વર્ષ ૧૮૭૫ માં રચાયાને ગૌરવવંતા ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.આ ઐતિહાસિક ઉજવણીની સાથે જ દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને વધુ મજબૂત કરવા માટે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.