દસાડા: સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઝાલાવાડ ફ્રેસ્ટિવલ મેળામાં દસાડા તાલુકાના સખી મંડળો પણ જોડાયા
સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ ફ્રેસ્ટિવલ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરવા સાથે મહિલાઓએ આત્મનિર્ભર બનવા એક પગલું ભર્યું છે ત્યારે દસાડા તાલુકાના મિશન મંગલમ યોજના હેઠળ ચાલતા સખી મંડળોની બહેનો જોડાઈ હતી ત્યારે આ ફ્રેસ્ટિવલ મેળામાં દસાડા તાલુકાના ચાર જેટલા અલગ અલગ સખી મંડળોના બહેનોએ ભાગ લીધો હતો અને પોતાને આત્મનિર્ભર બનાવવા તરફ એક પગલું આગળ વધાર્યું હતું.