ગોધરા: ભામૈયા નજીક રેલ દુર્ઘટનાની મોકડ્રિલ યોજાઈ : બચાવ યાન, ચિકિત્સા યાન અને NDRFની ઝડપી કાર્યવાહી સામે આવી
ગોધરા-આણંદ રેલવે લાઇન પર ભામૈયા નજીક પશ્ચિમ રેલ્વે વડોદરા મંડળ અને NDRF બટાલિયન-6 દ્વારા ટ્રેન અકસ્માતનો મોકડ્રિલ યોજાયો. ઘટનામાં પેસેન્જર ટ્રેનના ICF કોચ એકબીજા પર ચઢી ગયાની પરિસ્થિતિ સર્જાઈ હતી. રેલ્વેના બચાવ યાન અને ચિકિત્સા યાન તાત્કાલિક પહોંચી જતા ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તથા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાની કામગીરી હાથ ધરાઈ. અધિકારીઓએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું. અંતે આ મોકડ્રિલ હોવાનું જાહેર થતાં લોકોએ રાહત અનુભવી