બળદિયા ગામમાં રહેતા 45 વર્ષીય આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બળદિયામાં રહેતા 45 વર્ષીય પુરૂસોત્તમભાઈ વાલજી લોચાએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. બનાવ 24 નવેમ્બરના રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી આધેડે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં