ભરૂચ: નુંબર્ગ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમાં થયેલ એસ.એસ.ના ફ્લેન્ચની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી પાડયા
એલ.સી.બી. ભરૂચ નાઓની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ટીમને બાતમી હકીકત મળેલ કે, “ઝઘડીયા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. ગુનાનો નવાગામ કરારવેલ ગામનો અગાઉ ચોરીમાં ગુનામાં પકડાયેલ જયેશભાઈ સુરેશભાઈ વસાવા નાનો સંડોવાયેલ છે જે હાલમાં નવાગામ કરારવેલ બસ સ્ટેન્ડ પાસે હાજર છે જેને શરીરે ભુરા કલરનો શર્ટ તથા કાળા કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે” જે બાતમી આધારે નવાગામ કરારવેલ બસ ખાતે તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકીકતવાળો ઇસમ મળી આવ્યો હતો.