હાલોલ: હાલોલના ગમીરપુરા ગામના ગુમ થયેલા યુવકનો મૃતદેહ ચાંચડિયા નજીક ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલના ગમીરપુરા ગામના યુવક ઈશ્વર પરમારનો મૃતદેહ આજે સોમવારે સવારે ચાંચડીયા નજીક ખેતરમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઈશ્વર પરમાર ત્રણ દિવસ પહેલા રાત્રે પોતાની બાઇક લઈને નોકરી પર જવ તેમ કહી નીકળ્યા હતા અને ત્યારબાદ તે પરત ઘરે ન પહોચતા પરિવારજનો ભારે ચિંતિત થઇ નોકરીથી ઘરે ના આવતા તેની શોધખોળ હાથ ધરી હતી જોકે સવારે તેઓ મૂર્ત હાલતમા ચાંચડિયા ગામ નજીક ખેતરમાંથી મળી આવતા બનાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.