ગોધરા: ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા જોડકાથી પાનેકિયાની મુવાડી સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આજ રોજ ગોધરા તાલુકાના વિકાસ કાર્યોમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે જોડકા ગામથી પાનેકિયાની મુવાડી સુધીના મહત્વપૂર્ણ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તો વર્ષોથી સ્થાનિકોની માગણીમાં હતો, જે હવે સાકાર થવા જઈ રહ્યો છે.