સામાજિક અગ્રણી મહેશ પટેલે બુધવારે માહિતી આપતા જણાવ્યું કે,પાલ ગૌરવ પથ રોડ પર કરોડોના ખર્ચે પાલિકાએ rcc રોડ તૈયાર કર્યો છે.જે રોડની હજી તો માત્ર સાત માસ જેટલો સમય થયો છે.જે રોડ બનાવવા પાછળ અધિકારી અને કોક્ટ્રાક્ટરો દ્વારા વેંઠ ઉતારવામાં આવી છે.રોડના તિરાડો પડવાની સાથે એકબાજુએ બેસી ગયો હતો.જેથી તપાસની માંગ સાથે પાલિકા કમિશનર અને વિજિલન્સ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે.