વાગરા પોલીસ વાગરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન દિવાન ફળિયા વિસ્તારમાં કોપરના વાયરનો જથ્થો હોવાની ચોક્કસ માહિતી મળી હતી, પોલીસે બાતમીના આધારે દિવાન ફળિયામાં જઈ તપાસ કરતા 187 કિલોગ્રામ વજનના કોપરના વાયરના ગુંચળા મળી આવ્યા હતા. પોલીસે 1,12,200/- ના મુદ્દામાલ સાથે હશન ઈબ્રાહીમ ભટ્ટીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.