હિંમતનગર: APMC યાર્ડ ખાતે હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલ્કતધારકોની સભા યોજાઈ:સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં શહેરી વિકાસ સત્તા મંડળ લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ડ્રાફ્ટ પ્લાન જાહેર કરવામાં આપવાની સાથે જ 11 ગામોમાં વિરોધનો વંટોળ ઊભો થયો હતો જો કે આજે 11 ગામના મિલકત ધારકોની હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે સભા યોજાઈ હતી આ સભામાં મોટી સંખ્યામાં 11 ગામના મિલકત ધારકો હાજર રહ્યા હતા જો ત્યાં સમગ્ર બાબતે સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા