પંચમહાલ જિલ્લાના વાછાવાડ ગામે આજે ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો. સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત નવચંડી યજ્ઞ માં જિલ્લાના લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે વાછાવાડ ગામે આયોજિત નવચંડી યજ્ઞમાં ભાગ લીધો હતો. આ પવિત્ર પ્રસંગે તેમણે પૂર્ણાહુતિના દર્શન કર્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.