ગઈ તારીખ 13 ડિસેમ્બરે સાંજના 8:00 વાગ્યાની આસપાસ કડી શહેરના કરણનગર રોડ પર આવેલ ગણેશવિલા સોસાયટીમાં આવેલ એક મકાનના બીજા માળે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી.આગ લાગતા સોસાયટીમાં અફરાતફરી નો માહોલ વ્યાપી ગયો હતો.આગ લાગતા તાત્કાલિક કડી નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.આગ લાગવાથી ઘરની અંદર રહેલ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.જોકે સદનસીબે મોટી જાન હાની ટળી હતી.આગ લાગવાનું કારણ અકબંધ.