માંગરોળ: નાની નરોલી જિલ્લા પંચાયત વિસ્તાર માં કોંગ્રેસ સમિતિએ રાહુલ ગાંધીના વોટ ચોરી અટકાવવાના અભિયાન અંતર્ગત લોક સંપર્ક કર્યો
Mangrol, Surat | Oct 8, 2025 માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનોએ નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના ગામોમાં રાહુલ ગાંધીના વોટ ચોરી અટકાવવાના અભિયાન અંતર્ગત કોંગ્રેસના આગેવાનોએ લોક સંપર્ક કર્યો હતો અને લોકોના હસ્તાક્ષર આ મુદ્દે લીધા હતા કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર વોટ ચોરી નો આરોપ લગાવી કોંગ્રેસના કાર્યકર્તાઓને આ મુદ્દે લોક સમર્થન પ્રાપ્ત કરવા સૂચના આપી છે જેથી કોંગ્રેસ સમિતિ દ્વારા ઘર ઘર ફરી લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે