ભરૂચ: એમ.કે.કોલેજ ખાતેથી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્વીન સિટી એસટી બસ સેવાનો લીલી ઝંડી આપી પ્રસ્થાન
છેલ્લા ઘણા સમયથી ભરૂચ-અંકલેશ્વરના વિદ્યાર્થીઓ,નોકરિયાત વર્ગ અને મુસાફરોની માંગ હતી કે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી સંગઠનના યોગી પટેલ દ્વારા ધારાસભ્ય રમેશ મિસ્ત્રને રજુઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી ધારાસભ્યના પ્રયાસથી આજે એમ.કે.કોલેજ ખાતેથી ભરૂચ-અંકલેશ્વર વચ્ચે 16 જેટલા રૂટ પર ટ્વીન સિટી એસટી બસ સેવાનો લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું.