મુળી તાલુકાનાં ગઢડા ગામે આજે આમ આદમી પાર્ટી તથા ખેડૂતો દ્વારા બોટાદ કડદાકાંડ મામલે રાજકોટ જેલમાં છેલ્લા ૯૫ દિવસથી બંધ ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો. જેલ હવાલે હોવા છતાં કાર્યકરો અને ખેડૂતોએ વૃક્ષારોપણ કર્યું, બાળકોને બટુકભોજન કરાવ્યું તેમજ પક્ષીઓને ચણ નાંખી કેક કાપીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ દરમિયાન સરકારની તાનાશાહી નીતિરીતિ સામે આક્રોશ વ્યક્ત કરી રાજુભાઈ કરપડાને તાત્કાલિક જામીન મુક્ત કરવા માંગ ઉઠી હતી.