ગાંધીધામ: આદિપુર ખાતે દુર્ગોત્સવ ટ્રસ્ટ આદિપુર દ્વારા 14મી સાર્વજનિક દુર્ગા પૂજાની ઉજવણી
તારીખ 27/9/25 ના સાંજના 09:00 વાગે દુર્ગોત્સવ ટ્રસ્ટ આદિપુરે આદિપુરના પ્રભુ દર્શન કમ્પાઉન્ડ ખાતે ૧૪મી સાર્વજનિક દુર્ગા પૂજાની શરૂઆત કરી. આ વર્ષના ઉત્સવો ૨૭ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ચાલશે. આ પૂજાનું ઉદ્ઘાટન મહેમાનો નંદન મુખર્જી અને સ્વામી મંતેશાનંદ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક દિવસની ઉજવણી સવારની આરતીથી શરૂ થશે, ત્યારબાદ મહાભોગ થશે. સાંજે આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાભોગનું આયોજન કરવામાં આવશે.