ધરમપુર: વાંકલ ગામ ખાતે ધરમપુર ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મંગળવારના 2 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ આજરોજ ધરમપુર વિધાનસભામાં આવતા વાંકલ ગામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોરચાના આગેવાનો ઉપરથી રહ્યા હતા.