જામનગર શહેર: સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લવ જેહાદને લઈ આપેલા નિવેદનને જામનગર હિંદુ સેનાનું સમર્થન
ભારત અને વિશ્વભરમાં ચાલી રહેલી જેહાદની પ્રક્રિયા છે. જેમાં મુસ્લિમ છોકરાઓ હિન્દુ બહેન-દીકરીઓને પોતાનું નામ અને ઓળખ છુપાવીને ફસાવીને નિકાહનું નાટક રચીને જબરદસ્તી તેમનું ધર્માંતરણ કરાવે છે અને ત્યારબાદ તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે, જો હિન્દુ બાળકીના ટુકડા ટુકડા પણ કરી દેવામાં આવે છે. લવ જેહાદના નામ પર એક બહુ મોટી જેહાદ ચાલી રહી છે. જે ભારતનું ઇસ્લામીકરણ કરવાનું ષડયંત્ર છે. તેમ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા જણાવાયું