ચોપાટીના દરિયામાં વહાણમાં ભરેલ માલમાં હજુ પણ આગ ચાલુ,વહાણ આગમાં બળીને પાણીમાં ગરકાવ થયું
Porabandar City, Porbandar | Sep 24, 2025
પોરબંદરની જેટી પર સોમવારે સવારે ખાંડ અને ચોખા ભરેલ વહાણમાં એકાએક આગની ઘટના બની હતી.આ આગની ઘટના બાદ વહાણને સમુદ્રમાં મૂકી દેવામાં આવ્યું હતુ.આ વહાણમાં આગની ઘટનાના 2 દિવસ બાદ આજે પણ વહાણમાં રહેલ ચોખાના જથ્થામાં આગ જોવા મળી હતી.જોકે વહાણ આખું સળગી જતા પાણીમાં ગરકાવ થયું હતું પરંતુ વહાણમાં ભરેલ ચોખાના જથ્થામાં આગ જોવા મળી હતી.