મહુવા: ભાણવડીયાની યુવતી હત્યા કેસમાં આરોપીને આજીવન કારાવાસ,
મળતી માહિતી મુજબ વર્ષ 2022માં ભાણવડીયા ગામની ચંદ્રિકાબેન મનુભાઈ ગોહિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર આરોપી અશ્વિન દેવાભાઈ ચુડાસમાએ ચંદ્રિકાબેન સાથે સગાઈ ન થતાં મનમાં દાઝ રાખી હતી. ઘટનાના દિવસે ચંદ્રિકાબેન ખેતી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ રસ્તામાં રોકી ગાળો આપી અલંગના પાઇપ વડે માથાના ભાગે ગંભીર હુમલો કર્યો હતો. હુમલામાં ચંદ્રિકાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વચ્ચે પડનાર સેજલબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ