મહુવા: મહુવામાં પતિનો આતંક: લોખંડના સરિયા વડે પત્ની પર હુમલો, આંખ ઉપર છ ટાંકા
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના નેસવડ ચોકડી વિસ્તારમાં ગૃહકલહે હિંસક રૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ, રેખાબેન મશરુભાઈ સાંથળિયા પર તેમના પતિ ભરતભાઈ મશરુભાઈ દ્વારા લોખંડના સરિયા વડે નિર્દયી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના ત્યારે બની જ્યારે રેખાબેન પોતાના બાળકને લેવા માટે ગાડીની ચાવી લેવા ગયા હતા. આ દરમિયાન પતિ ભરતભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હત