આજે બપોરે 4 વાગ્યાની આસપાસ ખીમાણા-દિયોદર-ભાભર હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામમાં પોલીસ સહિત અનેક વાહનો ફસાયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આવતીકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દિયોદરના સણાદર સ્થિત બનાસડેરી ખાતે આવવાના છે. તેમના આગમન પૂર્વે જ દિયોદર હાઈવે પર ટ્રાફિક જામ થતાં અનેક લોકો પરેશાન થયા હતા.