અમદાવાદ શહેર: વાડજમાં બનેવીએ જ સાળાને માર મારવા આપી 20 હજારની સોપારી, આરોપીઓની ધરપકડ, ACP નું નિવેદન
અમદાવાદમાં પોલીસ આરોપીઓને પકડવા પેસેન્જર બની...બનેવીએ સાળાના હાથ પગ તોડવા 20 હજારમાં સોપારી આપી હતી, રીક્ષાસ્ટેન્ડ પર વોચ ગોઠવી આરોપીઓની ધરપકડ કરી ...વાડજમાં રહેતા એક યુવક પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. ઘટનામાં આરોપીને ઓઢવમાં પકડતી વખતે ભાગી જવાની શંકા હોવાથી પોલીસ કોન્સ્ટેબલે મીઠાખળી સુધી રીક્ષા ભાડે કરી અને પેસેન્જરના સ્વાંગમાં આરોપીને ઝડપી પાડ્યા છે