રોટરી ક્લબ ડીસા ડીવાઇન દ્વારા ડીસામાં કેન્સર અવરનેસ માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું....
Deesa City, Banas Kantha | Nov 30, 2025
રોટરી ક્લબ ડીસા ડીવાઇન દ્વારા ડીસામાં કેન્સર અવરનેસ માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇનના સભ્યો , ડોકટરો , શાળા કોલેજની વિધાર્થીનીઓ તેમજ જાગૃત મહિલાઓ આ અવરનેસ રેલીમાં જોડાઇ હતી રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિલાઓમાં દિન પ્રતિદિન સર્વાઇકલ કેન્સર વધી રહ્યા છે અને આ કેન્સર મહિલાઓમાં ન થાય તેથી તેની નાબૂદી માટે રોટરી ક્લબ ડીસા દ્વારા કાર્યકમ યોજાયો