ગોધરા તાલુકાના તોરણા ભાટપુરા ગામે સરપંચ સુરતાબેન શૈલેષભાઈએ દિવાળી પર્વે માનવતાભર્યું અનોખું આયોજન કર્યું. તેમણે ગામની વિધવા બહેનો માટે પોતાના નિવાસસ્થાને સ્નેહમિલન યોજી ચા–નાસ્તા સાથે મોં મીઠું કરાવ્યું અને સાડીની ભેટ અર્પી. કાર્યક્રમમાં સ્વચ્છતા, ઓર્ગેનિક ખેતી, વ્યસનમુક્તિ, શિક્ષણ અને ગામના વિકાસ જેવા વિષયો પર પ્રેરણાત્મક સંદેશો આપવામાં આવ્યા. આ અનોખી દિવાળી ઉજવણી સંવેદના, એકતા અને પ્રગતિનું જીવંત ઉદાહરણ બની, મહિલા નેતૃત્વ દ્વારા સમાજમાં માનવતાન