ખંભાળિયા: ખંભાળિયા થી કચ્છ આશાપુરા માતાના મઢ સુધી- 80 વર્ષની ઉંમરમાં 400 કિમિ અંતર 6 થી 7 દિવસમાં પૂર્ણ કરશે એક ભક્ત
જોશ હોઈ તો ઉમર પણ ઝાખી લાગે અને એમાં જો ભક્તિ નો રંગ લાગ્યો હોઈ તો તો પછી એમા કંઈજ કહેવાનું ન રહે વાત છે 80 વર્ષના અડીખમ એવા દાદાની જે આજે યુવાનો ને પણ ઝાખા પાડી દે તેવી સ્ફૂર્તિ સાથે સતત 31 માં વર્ષે આશાપુરા માતાના મઢ દર્શને નીકળ્યા છે આશાપુરમાં અનન્ય શ્રધ્ધા સાથે તેઓ જામખંભાળિયા થી કચ્છ જતા માતાનામઢ પદયાત્રિકો સાથે પગપાળા દર્શને જવા નીકળ્યા છે આ તેમનું 31 મુ વર્ષ છે400 કિમીની યાત્રા તેઓ માત્ર 6 થી 7 દિવસમાં પૂર્ણ કરી માતા ના મઢ પહોંચી જાય છે