તાલાલા - ઘુસીયા વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, કાર અને સ્કૂટર વચ્ચે ટક્કર 2 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી
Veraval City, Gir Somnath | Sep 26, 2025
તાલાલા અને ઘુસિયા ગામ વચ્ચે આજે વહેલી સવારે એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે કાર અને એક સ્કૂટર વચ્ચે ટક્કર થતાં વેરાવળના બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.આ ઘટના તાલાલાથી 4 કિલોમીટર દૂર DSC સ્કૂલ પાસે બની હતી. અકસ્માતમાં સ્કૂટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયું છે અને સ્વિફ્ટ કારને પણ ભારે નુકસાન થયું છે.