કાલાવાડ: બિહાર વિધાનસભા ચુંટણીમાં એન.ડી.એ.નો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટી કાલાવડ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી
બિહાર રાજ્યની વિધાનસભા ચુંટણીના આજે જાહેર થયેલ પરિણામોમાં એન.ડી.એ.નો ભવ્ય વિજય થતા ભારતીય જનતા પાર્ટી – કાલાવડ દ્વારા ફટાકડા ફોડી આતિશબાજી કરી તેમજ મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનોદભાઈ ભંડેરી, કાલાવડના ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા,જીલ્લા ભાજપ મહામંત્રી અભીષેક્ભાઈ પટવા, શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.