ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસે અભરામ પટેલના મુવાડા પિકઅપ સ્ટેન્ડ પાસેથી બાઈક પર શંકાસ્પદ માંસનો જથ્થો લઈને જતા બે ઇસમોને ઝડપ્યા
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે અભરામ પટેલના મુવાડા ગામે વોચ ગોઠવી બે બાઇકસવાર ઇસમોને અટકાવ્યા. તેમની પાસે થેલામાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળ્યો. ધરપકડ કરાયેલા ઈસમોની ઓળખ મોહમ્મદ દિલબર કુરબાનમિયાં અન્સારી અને મોહમ્મદ અલી મોહમ્મદ બશીર શેખ તરીકે થઈ. પૂછપરછમાં ખુલ્યું કે માંસનો જથ્થો મુબશીર ઉર્ફે સિટુક હનીફ શેખે મોકલાવ્યો હતો. મળેલા માંસને ગૌમાંસ હોવાની આશંકાએ પરીક્ષણ માટે મોકલાયું. પોલીસે માંસ, બાઈક અને મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબ