તારાપુર: નગરના શિરોયા ફળીયામાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા, રૂ.3,860ની રોકડ જપ્ત કરાઈ.
Tarapur, Anand | Nov 1, 2025 તારાપુર નગરના શિરોયા ફળિયામાં જુગાર રમતા ત્રણ શખ્સોને તારાપુર પોલીસ ઝડપી પાડ્યા છે.તેઓની અંગ જડતી અને દાવ ઉપરથી ₹3,860 ની રોકડ જપ્ત કરાઈ છે. પકડાયેલા શખ્સોમા રફીક ઈમલુદ્દીન મલેક, શાહીન અલ્લારખાભાઈ અજમેરી, મુસ્તકીમ અબ્દુલ કાદર મન્સૂરીનો સમાવેશ થાય છે.