ભાવનગર: વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોસ્કોના ગુનામાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો
ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને પગલે એક શખ્સને વરતેજ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. વરતેજ પોલીસ સ્ટેશનમાં ૨૭ તારીખના રોજ ખાટડી ગામના પ્રકાશ વિનુભાઈ ગોયલ નામના શખ્સ સામે પોસ્કો નીચે ગુનો દાખલ થયો હતો. સમગ્ર ઘટના ૨૩ તારીખના રોજ બની હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે જેને પગલે પોલીસે શખ્સને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.