આજે સોમવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ કેડિલા બ્રિજ પર અકસ્માત થતા ટ્રાફિક સર્જાયો હતો.જેમાં ટેમ્પે ચાલકે બ્રેક મારતા તેના પર રાખેલા લાંબી લોખંડના સળીયા સરીને આગળ આવતા અકસ્માત થયો હતો.લોખંડના સળીયા બે કારની આરપાર નીકળી ગયા હતા.જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.