શહેરા: પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા દાણમાં પ્રતિકિલો દીઠ ૧ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરાઈ
કમોસમી વરસાદથી ખેતી પાકની સાથે ઘાસચારાને થયેલા નુકસાનને ધ્યાને લઇ પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે પશુપાલકો માટે મોટી જાહેરાત કરી હતી,પશુઓને ખવડાવવામાં આવતા પંચામૃત દાણમાં પ્રતિકિલો દીઠ ૧ રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.પંચમહાલ,મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકો પાસેથી દાણમાં પ્રતિકિલો દીઠ એક રૂપિયો ઓછો લેવાનો નિર્ણય લીધો હતો.