કાલોલમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન સ્વીફ્ટ કાર ચાલકે વાહન ન રોકી અશોભનીય ઈશારા કર્યા. પોલીસે કોર્ટ પાસે કાર રોકાવતા ચાલક પ્રતીક જોષી અને સાથેની મહિલાઓએ ગાળાગાળી, ધમકીઓ અને અપમાનજનક વર્તન કર્યું. સ્થળ પર પહોંચેલી મહિલા કાઉન્સિલર જ્યોત્સનાબેન બેલદારે પણ ઉદ્ધતાઈ કરી કારની ચાવી કાઢી લીધી. ઘટનામાં બે મહિલા કોન્સ્ટેબલને ઈજા થઈ. પાંચ આરોપીઓ સામે પોલીસની ફરજમાં અવરોધ, હુમલો અને અપમાનજનક વર્તન અંગે ફરિયાદ નોંધાઈ.