રાધનપુર: રાધનપુર સર્કિટ હાઉસ ખાતે રાજ્યના કૃષિ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. કલેકટર અને ખેતીવાડી અધિકારીને જરૂરી સૂચના આપી.
તાજેતરમાં પાટણ પંથકમાં થયેલા ભારે થી અતિભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક ચિંતિત રહી તાત્કાલિક યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાધનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. રાધનપુર સરકીટ હાઉસ ખાતે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી