મહુવા: નૈપ ગામેથી બે લાખથી વધુ નો દેશી દારૂના મુદ્દા સાથે આરોપીને ઝડપી પાડ્યા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નૈપ ગામની સીમમાં આવેલા કાદીયું વાડી વિસ્તાર નજીક દરિયાની કોળમાં ચાલી રહેલા દેશી દારૂના ગેરકાયદેસર ધંધા પર મહુવા ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દરોડો પાડી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને રૂ. 2.15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અના. હેડ કોન્સ્ટેબલ વિશ્વદીપસિંહ પ્રતાપસિંહ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ રાહાભાઈ કામળીયા, પોલીસ કોન્સ્ટેબલ હઠીસિંહ મોરી અને વિષ્ણુભા