અમીરગઢ: દિવાળી પર્વ અને નવા વર્ષના દિવસોને લઈ અમીરગઢ પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજાયું.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ બની સક્રિય. આજે સાંજે લગભગ સાત કલાક આસપાસ મળેલ વિગત પ્રમાણે. અમીરગઢ પોલીસ દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જાહેર બજાર, શેરી, મહોલા સાથે વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. દિવાળી તહેવાર અને નવા વર્ષના દિવસોને લઈ કોઈ ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને લઈ અમીરગઢ પોલીસ એલર્ટ જોવા મળી હતી.