હળવદ: હળવદમાં રાતકડી હનુમાનજી મંદિર નજીક ખેતરમાંથી માથું તથા હાથ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ...
Halvad, Morbi | Oct 19, 2025 હળવદમાં રાતકડી હનુમાનજી જવાના રોડ ઉપર મેલડી માતાના મંદિર સામે આવેલ ખેતરમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે જાણ થતાં તુરંત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મૃતદેહમાં માથું કપાયેલી હાલતમાં છે. હાથ પણ 20 ફૂટ દૂર પડ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ આ બનાવ હત્યાનો છે કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.