મુન્દ્રા: ભુજપુરમાં આધેડે વધુ પડતી ગોળીઓ ખાઈ લેતાં મોત
Mundra, Kutch | Sep 15, 2025 મોટી ભુજપુરમાં રહેતા અને માનસિક રીતે અસ્વસ્થ એવા પ્રતાપ ભાટ પોતાની સારવારની દવાની પાંચ-છ ગોળીઓ ખાઈ જતાં તેમને સારવાર માટે તાત્કાલિક ગઢશીશા લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા તેવું જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસચોકીમાં લખાવાયેલી વિગતોમાં જણાવાયું હતું. આ મામલે મુંદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.