પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર વાળીનાથ ચોક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઉદભવી છે ભૂગર્ભ ગટર ઉભરાવાથી વાળીનાથ ચોક થી પાર્થ રેસીડેન્સી તરફ જતા જાહેર માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા છે અત્યારે નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે માતાજીની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી લોકોને પસાર થવા મજબૂર થવું પડ્યું છે આ રસ્તા ઉપર 20 થી 25 જેટલી સોસાયટી આવેલી છે.