ભાભર BRC ભવન ખાતે નારી સંમેલન પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ભાભરના પીઆઈ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, નારી સશક્ત બને અને પોતાના બાળકોમાં નાનપણથી જ સારા વિચારો અને સંસ્કારોનું સિંચન કરે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં નારી પુરુષ સમોવડી છે અને બાળકો તથા કિશોરીઓને ઘરમાંથી જ સારા સંસ્કારો આપીને તેમનું યોગ્ય ઘડતર કરવું જોઈએ.આ સંમેલન દરમિયાન 'નારી તું નારાયણી' જેવા સૂત્રોને સાર્થક કરવા વિશે ચર્ચા કરવામાં આવી હતી.