એકલનારી શક્તિ મંચ ગુજરાતના સંસ્થાપક ડૉ. સુશીલાબેન ખાસ ઉપસ્થિતમાં સમગ્ર આયોજન હાથ ધરાયું હતું.યોજાયેલ વર્કશોપમાં ડૉ.સુશીલાબહેને ગુજરાતની 30 લાખ એકલબેનોની પરિસ્થિતિ અંગે વિગતે વાત કરી સમાજમાં એકલબહેંનોને સાથે થતા ભેદભાવ અને કુરિવાજોથી થતી પીડાઓ તેમજ અભ્યાસના તારણો મૂક્યા હતા.ઘરેલુ હિંસા, સામાજિક અસુરક્ષા અને કુરિવાજો નો ભોગ બનતી મહિલાઓ ના જીવંત ઉદાહરણ આપ્યા હતા.