રાપર: ફતેહગઢ ગામે ભત્રીજાએ છરીની અણીએ કાકી પાસેથી રોકડની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી,રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ
Rapar, Kutch | Nov 19, 2025 ફરિયાદી પતિ સાથે કડીયાકામ કરી ઘરે જમવા ગયા હતા તે સમયે તેમના ભત્રીજા કિરણ જયંતીભાઈ સોલંકી ઘરે આવી છરી કાઢી તમારી પાસે પૈસા હોય તેટલા આપી દયો નહીંતર આટલી વાર લાગશે. તેમ કહેતા તેમના પતિ વચ્ચે પડતા પતિને ધકબુશટ નો માર માર્યો હતો.ફરિયાદી એવા રાધાબેન ડરી જતા તેમની પાસે રહેલ 700 રૂપિયા કિરણને આપી દીધા હતા.. બીજી વાર પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આરોપી કિરણે આપી હતી..