આણંદ શહેર: વિશ્વવિખ્યાત આણંદની અમુલ ડેરીનો બાયોગેસ પ્લાન્ટ આગની ઘટના બાદ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા બંધ રાખવા નોટિસ ફટકારાય
વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીમાં આવેલ ગેસ બલૂનમાં બ્લાસ્ટ થતાં 7 જેટલા કર્મીઓને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે આણંદ જિલ્લા ફેકટરી ઇન્સ્પેકટર રીનાબેન રાઠવા તેમની ટીમે સોમવારે સ્થળ પર કાફલો દોડી ગયો હતો.જો કે ઘટના સ્થળે ચેકીંગ કાર્યવાહી હાથ ધરાતાં કોન્ટ્રાકટરે ઘોર બેદરકારી દાખવી હોવાનું જણાઇ આવતાં કારખાના ધારા કલમ 40 મુજબ બાયોગેસ પ્લાન્ટ બંધનો હુકમની નોટીસ ફટકારી છે.