રાજકોટ: વાવડીમાં 50 કરોડની સરકારી જમીન પરથી મેગા ડિમોલિશન, 20 દબાણો દૂર કરાયા રાજકોટ તાલુકાના વાવડી ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પચાવી પાડનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. વાવડીના સર્વે નંબર 149 માં આવેલી 5000 ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.