તિલકવાડા: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવીની અધ્યક્ષતામા ચુડેશ્વર ખાતે આયોજિત બેઠકમાં 100 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમા જોડાયા
નર્મદા જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ રણજીતભાઈ તડવી તથા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મહેન્દ્ર ઉર્ફે કપુરભાઈ ભીલની અધ્યક્ષતામાં તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ખાતે કોંગ્રેસ પાર્ટીની બેઠક યોજાઈ આ બેઠકમાં આગામી સમયમાં આવનાર કાર્યક્રમ તથા આગામી સમયમાં આવનાર ચૂંટણી ની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી સાથે જ વધુમાં વધુ લોકોને પાર્ટીમાં સદસ્ય બનાવવા તથા પાર્ટી ને વધુ મજબૂત બનાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી સાથે જ 100 થી વધુ લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા