ગાંધીધામ-આદિપુર વ્યાપારી એસોસિયેશન દ્વારા યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સર્વસંમતિથી નવી કાર્યકારણીની રચના કરવામાં આવી છે. બેઠક દરમિયાન શ્યામજી મ્યાત્રાને એસોસિયેશનના ચેરમેન તરીકે અને આદિપુર એકમના પ્રમુખ તરીકે વિક્રમભાઈ ભાટિયાની નિમણૂક કરવામાં આવી. ઉપરાંત, વ્યાપારીઓના કાનૂની માર્ગદર્શન અને હિતોના રક્ષણ માટે લીગલ એડવાઈઝર તરીકે એડવોકેટ અનિલભાઈ નાથાણી અને અજમલભાઈ સોલંકીની નિમણૂક કરાઈ.