હાલોલ ચદ્રપુરા GIDC વિસ્તારમા આજે શનિવારે વહેલી સવારે વિદેશી દારૂના કટિંગ દરમ્યાન જિલ્લા LCB રેડ થતા અફરાતફરી સર્જાઈ હતી.રેડ દરમિયાન દારૂ કટિગ કરતા ઈસમો અધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા જોકે કન્ટેનરનો ચાલક LCB ના હાથે ઝડપાઈ ગયો હતો.રેડ દરમિયાન પોલીસે એક કન્ટેનર,ટાટા એન્ટ્રા,મહિન્દ્રા પિકપ, સહિત વીસ્કી અને બિયર મળી કુલ 400 થી વધુ પેટી દારૂ જપ્ત કર્યો છે.આ કાર્યવાહીમા અંદાજે 20 લાખ રૂ.ના વાહનો અને 10 લાખથી વધુ કિ.દારૂ મળી કુલ 30 લાખનો મુદામાલ ઝડપી છે