અંજાર બાર એસોસિએશનની 19/12 ના યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં સાંજના અરસામાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પદ માટે કિરીટ પોટા 184 મત સાથે વિજેતા જાહેર કરાયા હતા. ઉપપ્રમુખ પદે પરાગ એમ વરુ બિનહરીફ વિજેતા થયા છે. અને મહિલા ઉપપ્રમુખના ઉમેદવાર પૂજા એસ બારમેડા 156 મત મેળવી વિજેતા થયા છે. મંત્રી પદના ઉમેદવાર હિમાંશુ મનસુખલાલ પુરોહિત બિનહરીફ વિજેતા થયા, જ્યારે સહમંત્રી પદના ઉમેદવાર ચેતન કરસન ગઢવી 155 મતે વિજેતા બન્યા હતા.